Narayan Nu Naam Na Janiyu ene Janetanu Dudh Lajaadiyu | નારાયણ નુ નામ ના જાણિયું એને જનેતાનું દૂધ લાજાળીયું: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Narayan Nu Naam Na Janiyu ene | નારાયણ નુ નામ ના જાણિયું એને.
નારાયણ નું નામ ના જાણ્યું એને જનેતા નું દૂધ લજવ્યું
લખ ચોરાસી ફેરા ફરી ફરી આવ્યા
માંડ કરી ને મન સેવા ને પામ્યાનારાયણ નું નામ ના જાણ્યું એને જનેતા નું દૂધ લજવ્યું
સાત સાત સમુદ્ર ઓળંગી ને આવ્યા
કાંઠે આવી ને મૂર્ખે નાવ ડૂબાડયાનારાયણ નું નામ ના જાણ્યું એને જનેતા નું દૂધ લજવ્યું
આઠ આઠ પોર ની નીદરે ઘેરાણાં
હરિ રસ હીરલો હાથે ગુમાવ્યોનારાયણ નું નામ ના જાણ્યું એને જનેતા નું દૂધ લજવ્યું
ધન દોલત એતો વાદ કેરી છાયા
ઉડી જશે હંસલો ને પડી રેસે માયાનારાયણ નું નામ ના જાણ્યું એને જનેતા નું દૂધ લજવ્યું
સાગા સબંધી સુખ ના છે ડેલી
દુઃખ પડે ત્યારે મેલે હડ સેલીનારાયણ નું નામ ના જાણ્યું એને જનેતા નું દૂધ લજવ્યું
દાસ ના દાસ ની વિનંતી રે સુણજો
ચરણે લેજો શ્રી કૃષ્ણ મુરારીનારાયણ નું નામ ના જાણ્યું એને જનેતા નું દૂધ લજવ્યું
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC