Kacha Sutar No Me to Hindolo Bandhiyo | કાચા સુતાર નો મેં તો હિંડોળો બંધયો: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Kacha Sutar No Me to Hindolo Bandhiyo | કાચા સુતાર નો મેં તો હિંડોળો બંધયો
કાચા સુતાર નો મેં તો હિંડોળો બાંધ્યો
હિંડોળે હિંડોળે તમે હિંડોળે ઝુલવા ને આવો હિંડોળો મારો હેમનો રે લોલપેહલો સંદેશો ગોકુલ મોકલો
ગોકુલ ગામ છે ને બાલ કૃષ્ણ ના ધામ છેબાલ કૃષ્ણજી બાલ કૃષ્ણજી તમે હિંડોળે ઝુલવા ને આવો હિંડોળો મારો હેમનો રે લોલ
બીજો સંદેશો નાથદ્વારા મોકલો
નાથદ્વારા ગામ છે ને શ્રીનાથજી ના ધામ છેશ્રીનાથજી શ્રીનાથજી તમે હિંડોળે ઝુલવા ને આવો હિંડોળો મારો હેમનો રે લોલ
ત્રીજો સંદેશો મથુરા માં મોકલો
માથુરા ગામ છે ને મહારાણી ના ધામ છેમહારાણી માં મહારાણી માં તમે હિંડોળે ઝુલવા ને આવો હિંડોળો મારો હેમનો રે લોલ
ચોથો સંદેશો ચંપારણ મોકલો
ચંપારણ ગામ છે ને મહાપ્રભુજી ના ધામ છેમહાપ્રભુજી મહાપ્રભુજી તમે હિંડોળે ઝુલવા ને આવો હિંડોળો મારો હેમનો રે લોલ
પાંચમો સંદેશો દ્વારકામાં મોકલો
દ્વારકા ગામ છે ને રણછોડ રાય ના ધામ છેરણછોડ રાય રણછોડ રાય તમે હિંડોળે ઝુલવા ને આવો હિંડોળો મારો હેમનો રે લોલ
છઠો સંદેશો જૂનાગઢ મોકલો
જૂનાગઢ ગામ છે ને દામોદર રાય ના ધામ છેદામોદર રાય દામોદર રાય તમે હિંડોળે ઝુલવા ને આવો હિંડોળો મારો હેમનો રે લોલ
સાતમો સંદેશો કાગવડ મોકલો
કાગવડ ગામ છે ને ખોડલ માં ના ધામ છેખોડલ માત ખોડલ માત તમે હિંડોળે ઝુલવા ને આવો હિંડોળો મારો હેમનો રે લોલ
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC