Telephone Mare karavo Kanaya | ટેલિફોન મારે કરવો કનૈયા: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Telephone Mare karavo Kanaya | ટેલિફોન મારે કરવો કનૈયા
ટેલિફોન મારે કરવો કનૈયા સાચો નંબર તું બતાવજે રે
ટેલિફોન મારે કરવો કનૈયા સાચો નંબર તું બતાવજે રે
ભક્તો જુવે તમારી વાટુ કનૈયા સાચો નંબર તું બતાવજે રે
પેલો ફોન મેતો મથુરા માં કર્યો
ઘંટડી વાગી ને માતા દેવકીજી એ લીધો
કાનો ગયો છે ગોકુલ માં રે
ટેલિફોન મારે કરવો કનૈયા સાચો નંબર તું બતાવજે રે
બીજો તે ફોને મેતો ગોકુલ માં કર્યો
ઘંટડી વાગી ને માતા જશોદા એ લીધો
કાનો ગયો છે મેવાડ માં રે
ટેલિફોન મારે કરવો કનૈયા સાચો નંબર તું બતાવજે રે
ત્રીજો તે ફોને મેતો મેવાડ માં કર્યો
ઘંટડી વાગી ને મીરા બાઈ એ ઉપાડ્યો
કાનો ગયો છે ડાકોર માં રે
ટેલિફોન મારે કરવો કનૈયા સાચો નંબર તું બતાવજે રે
ચોથો તે ફોને મેતો ડાકોર માં કર્યો
ઘંટડી વાગી ને ભક્ત ગોડાણા એ લીધો
કાનો ગયો છે બરસાના માં રે
ટેલિફોન મારે કરવો કનૈયા સાચો નંબર તું બતાવજે રે
પાંચમો તે ફોને મેતો બરસાના માં કર્યો
ઘંટડી વાગી ને રાધાજી એ ઉપાડ્યો
કાનો ગયો છે સત્સંગ માં રે
ટેલિફોન મારે કરવો કનૈયા સાચો નંબર તું બતાવજે રે
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC