Maro Valo Gokul Ma Aave che | મારો વાલો ગોકુલ મા આવે છે: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Maro Valo Gokul Ma Aave che | મારો વાલો ગોકુલ મા આવે છે
મારો વાલો ગોકુળમાં આવે છે
મારો કાનો ગોકુળમાં આવે છે
મારો માધવ ગોકુળમાં આવે છે
તું બોલ મારા કાનુડા તું કેમ દોડીને આવે છે
તારે સોના કેરી નગરી છે
તારે રૂપ કેરા મહેલો છે
તું બોલ મારા કાનુડા તું કેમ દોડીને આવે છે
તારે વાસુદેવ જેવા પિતા રે
તારે દેવકી જેવા માતા રે
તારા ગરીબળા માં ને બાપ છે
તું બોલ મારા કાનુડા તું કેમ દોડીને આવે છે
તારે નંદબાવા જેવા પિતા છે
તારે જસોદા જેવા માતા છે
તારે બે બે માં ને બાપ છે
તું બોલ મારા કાનુડા તું કેમ દોડીને આવે છે
તારે અક્રૂર જેવા કાકા છે
તારે કંસ જેવા મામા છે
તું બોલ મારા કાનુડા તું કેમ દોડીને આવે છે
તારે બલભદ્ર જેવા વીરા છે
તારે સુભદ્રા જેવા બેની છે
તું બોલ મારા કાનુડા તું કેમ દોડીને આવે છે
તારે સુદામા જેવા મિત્ર છે
તારે ગોવાળિયા ની ટોળી છે
તું બોલ મારા કાનુડા તું કેમ દોડીને આવે છે
તારે બારસાની રાધા છે
તને રાધા પ્યારી પ્યારી છે
તું બોલ મારા કાનુડા તું કેમ દોડીને આવે છે
તું સત્સંગ મંડળ માં આવે છે
તું ગોપીયું ને દર્શન આપે છે
તું બોલ મારા કાનુડા તું કેમ દોડીને આવે છે
મારો વાલો ગોકુળમાં આવે છે
મારો કાનો ગોકુળમાં આવે છે
મારો માધવ ગોકુળમાં આવે છે
તું બોલ મારા કાનુડા તું કેમ દોડીને આવે છે
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC