Mata Jashoda Bolave kuvar kana ne | માતા જશોદા બોલાવે કુવરકાને: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Mata Jashoda Bolave kuvar kana ne | માતા જશોદા બોલાવે કુવરકાને
માતા જશોદા બોલાવે કુંવર કાના ને
કાના રે ઓ કાન ગાયુ ક્યાં ચારી રે
માતા વનરા તે વનમાં સાકર શેરડી
જ્યાં અમી રસ હોય ગયું ત્યાં ચારી રે
માતા જશોદા બોલાવે કુંવર કાના ને
કાના રે ઓ કાન ગાયુ ક્યાં પાયુ રે
માતા વનરા તે વનમાં એક વીરડો
જ્યાં ગંગા જમના હોય ગાયુ ત્યાં પાસુ રે
માતા જશોદા બોલાવે કુંવર કાના ને
કાના રે ઓ કાન ગાયુ ક્યાં બાંધી રે
માતા વનરા તે વનમાં એક મઢુલી
જ્યાં સોના સાકળ હોય ગયું ત્યાં બાંધી રે
માતા જશોદા બોલાવે કુંવર કાના ને
કાના રે ઓ કાન તને કોણ વાલુ રે
માતા ગયું તે મને બોવ વાલી રે
જ્યાં દૂધ ના કટોરા ભરાય દૂધ અમને વાલુ રે
માતા જશોદા બોલાવે કુંવર કાના ને
કાના રે ઓ કાન તને કોણ વાલુ રે
માતા ગોપીયું તે મને બોવ વાલી રે
ગોપી રાસે રમવા આવ રાસ અમને વાલા રે
માતા જશોદા બોલાવે કુંવર કાના ને
કાના રે ઓ કાન તને કોણ વાલુ રે
માતા સત્સંગ અમને બોવ વાલો રે
ત્યાં દોડી દોડી જાવ સત્સંગ અમને વાલા રે
માતા જશોદા બોલાવે કુંવર કાના ને
કાના રે ઓ કાન તને કોણ વાલુ રે
માતા મોરલી અમને બોવ વાલી રે
મોરલી ના સુરે રાસ રમાય મોરલી અમને વાલી રે
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC