Vah re vah Prabhu Vah re vah | વાહ રે વાહ પ્રભુ વાહ રે વાહ: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Vah re vah Prabhu Vah re vah | વાહ રે વાહ પ્રભુ વાહ રે વાહ
વાહ રે વાહ પ્રભુ વાહ રે વાહ
મારે તારા તે ગુણલા કેમ ગાવા
વાહ રે વાહ પ્રભુ વાહ રે વાહ
ઓલા પ્રહલાદ રાય તારી ભક્તિ કરે
એને હોલીકા ખોળા માં લય ને બેસે
તેદી નરસિંહ રુપે મારો નાથ આવે
વાહ રે વાહ પ્રભુ વાહ રે વાહ
ઓલા નરસિંહ મહેતા તારી ભક્તિ કરે
વળી નાગરોની નાથ એને જેલ માં પુરે
તેદી કેદારો લય ને મારો નાથ આવે
વાહ રે વાહ પ્રભુ વાહ રે વાહ
ઓલી ચકુબાઈ તારી ભક્તિ કરે
એની સાસુજી સામટા કામ આપે
ચકુ સામટા વાસીદા પાણીડા ભરે
તેદી બાજુ કાઢીને મારો નાથ આવે
વાહ રે વાહ પ્રભુ વાહ રે વાહ
ઓલા કુંવરબાઈ તારી ભક્તિ કરે
એના સાસુજી સામટા મામેરા લખે
તેદી મામેરા પુરવા મારો નાથ આવે
વાહ રે વાહ પ્રભુ વાહ રે વાહ
ઓલ અજમલરાય તારી ભક્તિ કરે
એતો સવા સેર ઘી ના લાડુ ધરે
વળી લાડુના માર પ્રભુ તમને મારે
તેદી દીકરો થય ને મારો નાથ આવે
વાહ રે વાહ પ્રભુ વાહ રે વાહ
મારે તારા તે ગુણલા કેમ ગાવા
વાહ રે વાહ પ્રભુ વાહ રે વાહ
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC