Vevaar ma zindgi vedfai gai | વેવાર માં જીંદગી વેડફાઈ ગઈ : Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Vevaar ma zindgi vedfai gai | વેવાર માં જીંદગી વેડફાઈ ગઈ
વેવારમાં જિંદગી વેડફાઈ ગઈ
ભક્તિ કરવાનું ભૂલી ગઈ
બાળપણ માં કાય ખબર ના પડતી
જુવાની ઝગડો કરવામાં ગઈ
ભક્તિ કરવાનું ભૂલી ગઈ
કહેતા ગાઢપણ માં અમે માળા જ કરશું
ગાઢપણ માં નાવડી ડૂબી ગઈ
ભક્તિ કરવાનું ભૂલી ગઈ
પગ હતા તેદી તીર્થ ના કર્યા
હાથમાં હતું તેદી દાનપુણ ના કર્યું
ભેગું કરવામાં આખી જિંદગી ગઈ
ભક્તિ કરવાનું ભૂલી ગઈ
કાન હતા તેદી કથા ના સાંભળી
જીભ હતી તેદી રામ ના રટીયા
મારી તારી માં આખી જિંદગી ગઈ
ભક્તિ કરવાનું ભૂલી ગઈ
ગોવિંદ કેય હવે ચેતી જ જીવડા
પ્રગટાવી લે તું હવે આત્મા ના દિવડા
અંતે હું વૈકુંઠ પામી ગઈ
ભક્તિ કરવાનું ભૂલી ગઈ
વેવારમાં જિંદગી વેડફાઈ ગઈ
ભક્તિ કરવાનું ભૂલી ગઈ
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC