Sambhad Mari Ganga ben | સાંભળ મારી ગંગા બેન: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Sambhad Mari Ganga ben | સાંભળ મારી ગંગા બેન
સંભાળ મારી ગંગા બેન સંભાળ મારી જામના બેન
આટલી તે કેમ લાગી વાર મારી બેનડીયું
મથુરા માં ગ્યાતા અમે જમુનાજી ના લોટા ભરવા
શેરી એ ઘુમતા લાગી વાર મારી બેનડીયું
જમુનાજી ના લોટા ભર્યા કાના ને નવડાવતા આવિયા
કાના ને નવડાવતા લાગી વાર મારી બેનડીયું
ગોકુલ માં ગયા અમે કાના ના શણગાર લેવા
શેરી એ ઘુમતા લાગી વાર મારી બેનડીયું
મુંગટ માલા લેતા આવ્યા ઝબલા ટોપી લેતા આવ્યા
વાઘા ઓરતા લાગી વાર મારી બેનડીયું
દ્વારકા માં ગ્યાતા અમે કાના પરણિયા લેવા
શેરી એ ઘુમતા લાગી વાર મારી બેનડીયું
પરણિયા અમે લેતા આવ્યા કાના ને પોઢાડતાં આવ્યા
કાના ને પોઢાડતાં લાગી વાર મારી બેનડીયું
જૂનાગઢ માં ગ્યાતા અમે કાના ના રમકડાં લેવા
શેરી એ ઘુમતા લાગી વાર મારી બેનડીયું
ગેડી દડો લેતા આવ્યા ઘુઘરા ખંજરી લેતા આવ્યા
મેના પોપટ ઓરતા લાગી વાર મારી બેનડીયું
હવેલી માં ગ્યાતા અમે મંગળાના દર્શન કરવા
શેરી એ ઘુમતા લાગી વાર મારી બેનડીયું
મંગળાના દર્શન કર્યા બાવાશ્રી ના દંડવત કર્યા
વૈષ્ણવો ને મળતા લાગી વાર મારી બેનડીયું
સંભાળ મારી ગંગા બેન સંભાળ મારી જામના બેન
આટલી તે કેમ લાગી વાર મારી બેનડીયું
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC