Makhan veyra madiri yane margere | માખણ વેર્યા મંદીરના માર્ગે રે: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Makhan veyra madiri yane margere | માખણ વેર્યા મંદીરના માર્ગે રે
માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે
પગ મેલુ ને લપસી લપસી જાઉ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે
પેલો ઠપકો તે નંદબાવાને આપશુ રે
તમારા કાનાને આવી શુ ટેવ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે
તમે આવો તે ઠપકો નવ આપશો રે
મારો કાનો છે નાનેરુ બાળ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે
બીજો ઠપકો જશોદામાને આપશુ રે
તમારા લાલાને આવી શુ ટેવ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે
ગોપી આવો તે ઠપકો નવ આપશો રે
મારો લાલો છે જગતને વાલો, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે
ત્રીજો ઠપકો બળભદ્ર ને આપશુ રે
તમારા વીરાને આવી શુ ટેવ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે
ગોપી આવો તે ઠપકો નવ આપશો રે
મારો વીરો છે જગતનો હીરો, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે
ચોથો ઠપકો રાધાજી ને આપશુ રે
તમારા સ્વામી ને આવી શુ ટેવ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે
ગોપી આવો તે ઠપકો નવ આપશો રે
મારા સ્વામી છે અંતર યામી, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે
માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે
પગ મેલુ ને લપસી લપસી જાઉ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC