Vala Hamna na Lejo Avatar Kaliyug Bhari Che | વાલા હમણાં ના લેજે અવતાર કળિયુગ ભારે છે: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Vala Hamna na Lejo Avatar Kaliyug Bhari Che | વાલા હમણાં ના લેજે અવતાર કળિયુગ ભારે છે
વાલા હમણાં ના લેજે અવતાર કળિયુગ ભારે છે
તને મળરો દુખિયા અપાર કળિયુગ ભારે છે
અહીંયા નંદ વાસુદેવ પિતા નથી
અહીંયા દેવકી જશોદા માતા નથી
અહીં પૂતના ને કંસ અપાર કળિયુગ ભારે છે
અહીંયા બાળપણ તારું સચવાશે નહીં
અહીંયા દૂધ માખણ માં ભેળસેળ છે
અહીંયા નથી કોઈ ગાયો ના ગોવાળ કળિયુગ ભારે છે
અહીંયા ગોપી નથી કે નથી રાધારાણી
અહીંયા દુનિયા છે બધી દુખિયારી
અહીંયા નથી કોઈ રાસે રમવા તૈયાર કળિયુગ ભારે છે
જયાં જોવું ત્યાં કૌરવો ની સેના ફરે
પાંચ પાંડવ વન માં એકલા ફરે
અહીંયા નથી સાચું સત્યવાદી કોઈ કળિયુગ ભારે છે
અહીંયા રામાયણ ભાગવત કોઈ ને ગમતા નથી
અહીંયા સત્સંગ ની વાત કોઈને ગમતી નથી
વાલા બગડેલી બાજી સુધાર કળિયુગ ભારે છે
વાલા હમણાં ના લેજે અવતાર કળિયુગ ભારે છે
તને મળશે દુખિયા અપાર કળિયુગ ભારે છે.
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC